વાયનાડના મતદારો આજે પ્રિયંકા ગાંધીના રાજકીય ભાવિનો નિર્ણય કરશે
વાયનાડના મતદારો આજે પ્રિયંકા ગાંધીના રાજકીય ભાવિનો નિર્ણય કરશે
Blog Article
કેરળની વાયનાડ લોકસભા બેઠક પર બુધવાર, 13 નવેમ્બરે પેટાચૂંટણીમાં મતદાન ચાલુ થયું હતું. કેરળની વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો મુકાબલો એલડીએફના સત્યન મોકેરી, એનડીએના નવ્યા હરિદાસ અને અન્ય 13 ઉમેદવારો સામે છે. પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી રહ્યાં છે.
પ્રિયંકા ગાંધી સામે કોંગ્રેસની ગઢ ગણાતી આ બેઠકને જાળવી રાખવાનો જ નહીં, પરંતુ તેમના ભાઈ રાહુલ ગાંધી કરતાં વધુ માર્જિનથી વિજયી બનવાનો પડકાર છે. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીતનું માર્જિન 3.5 લાખથી વધુ વોટ હતું, જ્યારે 2019માં તેમણે 4.3 લાખથી વધુ મત સાથે ચૂંટણી જીતી હતી.
લગભગ એક મહિના સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ પ્રચાર ઝુંબેશ દરમિયાન પ્રિયંકાએ વાયનાડના સાંસદ તરીકે તેના ભાઈના કાર્યકાળ અને મતવિસ્તારમાં તેમની લોકપ્રિયતા પર ઘણો આધાર રાખ્યો હતો. રાહુલ ગાંધીએ પણ મતવિસ્તારમાં જાહેર સભાઓ અને રોડ શોમાં સામેલ થયા હતા અને લોકોને સમર્થન આપવાનો અનુરોધ કર્યો હતો.